Patients Know Best (PKB) પર આપનું સ્વાગત છે.
આ પૃષ્ઠ સમજાવે છે કે અમે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કેવી રીતે અને શા માટે કરીએ છીએ, તમારાં અધિકારો શું છે અને તમે તમારી વ્યક્તિગત માહિતીના આ ઉપયોગના સંબંધમાં તમારાં અધિકારોનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
અમે આ માહિતી પ્રદાન કરીએ છીએ જેથી કરીને તમે નક્કી કરી શકો કે તમારું PKB એકાઉન્ટ બનાવવું કે નહીં, જેના દ્વારા તમે તમારી માહિતી વ્યવસાયિકો સાથે શેર કરી શકો છો કે જેઓ તમને સંભાળ પ્રદાન કરે છે અને તેઓ તમારી વ્યક્તિગત માહિતી કેવી રીતે શેર કરે છે તે અંગે કેટલાક નિર્ણયો લઈ શકો છો.
તમારાં એકાઉન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા માટે, વપરાશકર્તા માર્ગદર્શિકા અહીં છે: https://wiki.patientsknowbest.com/space/MAN/
અમે ઉપયોગ કરીએ છીએ તે શબ્દો
"તમે" આનો અર્થ એ છે કે તમે, વપરાશકર્તા અને તે વ્યક્તિ જે તેના રેકોર્ડને જોઈ અથવા શેર કરી શકે છે તેનું નિયંત્રણ કરે છે
"Patients Know Best (PKB) એકાઉન્ટ" એ ઓનલાઈન એકાઉન્ટ છે જે તમને તમારાં સંભાળ પ્રદાતાઓ દ્વારા શેર કરવામાં આવેલી તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય માહિતી બતાવે છે અને તમે તમારા વિશે શું ઉમેરવાનું પસંદ કરી શકો છો તે સહિત, તે કોણ જોઈ શકે છે તેના પર તમને થોડું નિયંત્રણ આપે છે
"Patients Know Best (PKB) રેકોર્ડ" તમાર ા વિશેની માહિતી છે જે તમારા સંભાળ પ્રદાતાઓ દ્વારા પ્રદાન કરવામાં આવે છે અને તમે તમારું PKB એકાઉન્ટ બનાવો તે પહેલા તમને સલામત સંભાળ પ્રદાન કરવા માટે તેમની વચ્ચે શેર કરવામાં આવે છે
"દર્દીએ આપેલ ડેટા" એટલે કે તમે તમારા PKB એકાઉન્ટમાં જે માહિતી ઉમેરો છો અને તમારી સંભાળ લેતા વ્યવસાયિકો અને તમે પસંદ કરો છો તે અન્ય કોઈપણ વ્યક્તિ માટે દૃશ્યક્ષમ કરવાનું પસંદ કરો છો તે માહિતી
"પ્રદાતાએ આપેલ ડેટા"નો અર્થ છે કે માહિતી જે વ્યવસાયિકોએ રેકોર્ડ કરી છે અને PKB રેકોર્ડ દ્વારા વ્યવસાયિકોની વચ્ચે શેર કરી છે અને તમારી સાથે તમારા PKB એકાઉન્ટમાં શેર કરી છે
"સેવા" એ IT પ્લેટફોર્મ અને સોફ્ટવેર છે જેનો ઉપયોગ PKB તમારું ઓનલાઇન PKB એકાઉન્ટ અને PKB રેકોર્ડ પ્રદાન કરવા માટે કરે છે
"સંભાળકર્તા" એ મિત્રો, પરિવાર અથવા તમે તમારા PKB એકાઉન્ટનો એક્સેસ આપવા માટે પસંદ કરો છો તેવાં કોઈપણ કોઈપણ વ્યક્તિ છે
"વ્યવસાયિકો" સંસ્થાઓ માટે કામ કરતા લોકો છે જેમને PKB રેકોર્ડ્સનો એક્સેસ આપવામાં આવ્યો છે કારણ કે તેઓ તમારી સંભાળ રાખવામાં મદદ કરે છે. આ લોકોએ તેમની ઓળખ અને લાયકાતની ચકાસણી કરાવેલ છે, ઉદાહરણ તરીકે, ડોકટરો અને નર્સો અને તમને દર્દીની ગોપનીય માહિતીને હેન્ડલ કરવાની તાલીમ આપવામાં આવી છે
"સંસ્થાઓ" PKB ના એવા ગ્રાહકો છે કે જેમની પાસે તમારા વિશેની માહિતી છે અને તમે તમારા રેકોર્ડ્સ જોવા માટે વિશ્વાસ કરવાનું પસંદ કરી શકો છો, ઉદાહરણ તરીકે, હોસ્પિટલો અથવા GP
"એનક્રિપ્શન" એ તમારી માહિતીને સુરક્ષિત કરવાની એક પદ્ધતિ છે જેથી માત્ર સાચા ઓળખપત્રો ધરાવતા લોકો જ ત ેને ઍક્સેસ કરી શકે
PKB સેવા વપરાશકર્તાઓના પ્રકાર
દર્દીઓની સાથે સાથે, PKB સેવાનો ઉપયોગ અન્ય ત્રણ પ્રકારના વપરાશકર્તાઓ દ્વારા કરી શકાય છે:
સંભાળકર્તાઓ
પ્રોફેશનલ્સ
સંસ્થાઓ
આ ભૂમિકાઓ પરની માહિતી PKB મેન્યુઅલમાં જોઈ શકાય છે: https://wiki.patientsknowbest.com/space/MAN/
PKB નો હેતુ
અમારો ઉદ્દેશ્ય તમને કોઈપણ જગ્યાએથી તમારા સ્વાસ્થ્યના રેકોર્ડ્સ મેળવી આપવાનો અને તમારા માટે આ રેકોર્ડ્સ કોણ જુએ છે તેનું નિયંત્રણ કરવાનો છે.
તમારા PKB એકાઉન્ટમાં તમારી માહિતી ચાર ક્ષેત્રમાં વહેંચાયેલી છે:
સામાન્ય આરોગ્ય (દા.ત. ડાયાબિટીસ)
જાતીય સ્વાસ્થ્ય (દા.ત. જાતીય સંક્રમિત ચેપ)
માનસિક આરોગ્ય (દા.ત. હતાશા)
સામાજિક સંભાળ માહિતી (દા.ત. દિવસ માટેના કેન્દ્રો)
તમારું PKB એકાઉન્ટ બનાવ્યા પછી, તમે નક્કી કરી શકો છો કે કોણ શું જોઈ શકે છે, દા.ત. તમે ઇચ્છો છો કે તમારા ડોક્ટર બધું જ જુએ પણ તમારા પરિવારને ફક્ત તમારું સામાન્ય સ્વાસ્થ્ય જ દેખાય. તમે તમારા વતી નિર્ણય લેવા માટે અન્ય લોકોને પણ કહી શકો છો, દા.ત. તમારા ડોક્ટર તમારા માટે અન્ય ડોક્ટરો સાથે શેર કરી શકે છે. જો કોઈ સંસ્થા પાસે તમારા વિશેની માહિતી હોય, તો સંસ્થા તે માહિતી તમને PKB દ્વારા મોકલી શકે છે, દા.ત. તમારા PKB એકાઉન્ટમાં આપમેળે ડિસ્ચાર્જ લેટર્ સ મોકલવા.
PKB સેવા તમને સંબંધિત હોય શકે તેવી માહિતી બતાવવા માટે અન્ય ડેટાબેસ શોધશે. તમે નક્કી કરો કે આ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો, દા.ત. જો અમે તમને ક્લિનિકલ ટ્રાયલ વિશે કહીએ, તો તમે નક્કી કરો કે ભાગ લેવો કે નહીં. જ્યાં સુધી તમે નક્કી ન કરો ત્યાં સુધી તમારી માહિતી કોઈની સાથે શેર કરવામાં આવશે નહીં.
માહિતી જાહેર કરવી અને વધુ ઉપયોગ
આ ગોપનીયતા સૂચનામાં વર્ણવેલ સિવાય અમે તમારી માહિતીનો ઉપયોગ કરતા નથી અથવા કોઈને પણ જાહેર કરતા નથી.
જો તમે અમને મદદ (વિગતો નીચે આપેલ છે) માટે વિનંતી મોકલો છો તો તમે અમને તમારું નામ અને ઈમેલ સરનામું જણાવશો તેવી શક્યતા છે. અમે આ માહિતીનો ઉપયોગ ફક્ત તમે વિનંતી કરેલ મદદ કરવા માટે કરીશું.
PKB તમારી માહિતીનો વધુ ઉપયોગ કરી શકે છે:
તમને સેવા વિશે મહત ્વપૂર્ણ માહિતી પ્રદાન કરવા માટે, જેમ કે અપડેટ્સ અને સૂચનાઓ (દા.ત. આ ગોપનીયતા સૂચનામાં ફેરફારો)
તમને PKB ઈમેલ ન્યૂઝલેટર મોકલવા માટે (જો તમે તેને પ્રાપ્ત કરવાનું પસંદ કર્યું હોય તો)
તમે PKB એકાઉન્ટ માટે માપદંડને પૂર્ણ કરો છો કે કેમ તે નિર્ધારિત કરવામાં મદદ માટે તમારી ઉંમર અને સ્થાન જાણવા
PKB કંપનીઓને અમારા વતી સેવાઓ પ્રદાન કરવા માટે કરાર કરી શકે છે, જેમ કે અમારા સપોર્ટ ડેસ્ક અથવા સેવા વિશેના પ્રશ્નોના જવાબ આપવા. અમે તે સંસ્થાઓને તમારા પ્રશ્નો, જેમ કે તમારું IP સરનામું (તમારા કોમ્પ્યુટરનું સ્થાન) અથવા ઈ-મેલ સરનામું, તમને મદદ કરવા માટે માત્ર ન્યૂનતમ વ્યક્તિગત માહિતીનો ઍક્સેસ આપીએ છીએ. તેઓ કરાર અને ગોપનીયતાની ફરજથી બંધાયેલા છે. આ કંપનીઓ તમારી સ્વાસ્થ્ય માહિતી, જે એનક્રિપ્ટેડ છે, ને ઍક્સેસ કરી શકતી નથી.
NHS સેવાઓ
કૃપા કરીને નોંધ કરો કે જો તમે તમારી NHS લૉગિન વિગતોનો ઉપયોગ કરીને અમારી સેવાને ઍક્સેસ કરો છો, તો ઓળખ ચકાસણી સેવાઓનું સંચાલન NHS ઈંગ્લેન્ડ દ્વારા કરવામાં આવે છે. NHS લોગિન એકાઉન્ટ મેળવવા અને તમારી ઓળખ ચકાસવા માટે તમે NHS ઈંગ્લેન્ડને પ્રદાન કરેલી કોઈપણ વ્યક્તિગત માહિતી માટે NHS ઈંગ્લેન્ડ નિયંત્રક છે અને તે વ્યક્તિગત માહિતીનો ઉપયોગ ફક્ત તે જ હેતુ માટે કરે છે. આ વ્યક્તિગત માહિતી માટે, અમારી ભૂમિકા માત્ર "પ્રોસેસર" ની છે અને તમારી ઓળખની ચકાસણી કરતી વખતે અમારે NHS ઈંગ્લેન્ડ ("નિયંત્રક" તરીકે) દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ હેઠળ કાર્ય કરવું જોઈએ. NHS લૉગિનની ગોપનીયતા સૂચના અને નિયમો અને શરતો જોવા માટે, કૃપા કરીને અહીં ક્લિક કરો. તમે અમને અલગથી પ્રદાન કરો છો તે વ્યક્તિગત માહિતી પર આ પ્રતિબંધ લાગુ પડતો નથી.
જો તમે NHS એપ વપરાશકર્તા છો, તો અમે તમને NHS એપ મેસેજિંગ સર્વિસ દ્વારા તમારા આરોગ્ય સંભાળ પ્રદાતા વતી તમારા સ્વાસ્થ્ય અને સંભાળને લગતા સંદેશા મોકલી શકીએ છીએ. NHS એપ મેસેજિંગ સેવા NHS ઈંગ્લેન્ડ દ્વારા પૂરી પાડવામાં આવે છે. તમે NHS એપ્લિકેશન અને એકાઉન્ટ ગોપનીયતા નીતિમાં વધુ માહિતી મેળવી શકો છો.
ગુપ્તતા
PKB રોજગાર કરારમાંની કલમો, કોર્પોરેટ નીતિઓ જે ગોપનીયતા અને સુરક્ષાને આવરી લે છે, તમામ કર્મચારીઓને ચાલુ તાલીમ પ્રદાન કરીને અને અમને ટેકો આપવા માટે અમે કરાર કરીએ છીએ તેવી કોઈપણ કંપનીની આવશ્યકતા દ્વારા તેની ગોપનીયતાની ફરજ પૂરી કરે છે.
કૃપા કરીને ખાતરી કરો કે અન્ય લોકો વિશે માહિતી આપતી વખતે, ઉદાહરણ તરીકે, પરિવારના સભ્ય વિશેના વ્યક્તિગત ડેટા સહિત, તમને આમ કરવાની પરવાનગી છે.
જો હું મારો વિચાર બદલું તો શું હું મારું PKB એકાઉન્ટ કાઢી શકું છું અથવા છુપાવી શકું છું?
જ્યાં સુધી તમે નહીં કહો ત્યાં સુધી PKB તમારું PKB એકાઉન્ટ હટાવતું નથી, અને પછી અમે ફક્ત તમે ઉમેરેલી માહિતીને હટાવી શકીએ છીએ જે કોઈ વ્યવસાયિક દ્વારા જોવામાં આવી નથી.
આ ડેટા સંરક્ષણ કાયદાનું જટિલ ક્ષેત્ર છે. સામાન્ય રીતે, સચોટ સ્વાસ્થ્ય રેકોર્ડ જાળવવા માટે વ્યાવસાયિકો અને સંસ્થાઓની કાનૂની જવાબદારીઓનું પાલન કરવા માટે, નીચે પ્ર માણે કરવામાં આવે છે:
PKB PKB રેકોર્ડ્સ હટાવતું નથી સિવાય કે કોઈ સંસ્થા તેમ કરવા કહે, સામાન્ય રીતે સંસ્થા દ્વારા છેલ્લે એક્સેસ કર્યાના 8 વર્ષ પછી.
જ્યાં કોઈ સંસ્થા PKB સાથેનો કરાર સમાપ્ત કરે છે, ત્યાં બિન-નોંધાયેલ PKB રેકોર્ડ્સ કે જે સંસ્થા દ્વારા એક્સેસ કરવામાં આવ્યા નથી તે કરાર સમાપ્ત થયાના 30 દિવસની અંદર હટાવવામાં આવશે
જ્યાં કોઈ સંસ્થા PKB સાથેનો કરાર સમાપ્ત કરે છે, ત્યાં રજિસ્ટર્ડ PKB રેકોર્ડ્સ સંસ્થાના વિવેકબુદ્ધિથી જાળવી રાખવામાં આવશે અથવા કાઢી નાખવામાં આવશે. જ્યાં PKB રેકોર્ડ્સ જાળવી રાખવામાં આવે છે, ત્યાં ફક્ત રીટેન્શન-ઓન્લી કરાર લાગુ કરવામાં આવે છે.
વધુ વિગતવાર:
PKB એકાઉન્ટ્સ
એકવાર તમે PKB એકાઉન્ટ બનાવ્યા પછી, તમારા રેકોર્ડને કોણ એક્સેસ કરી શકે છે અને તેઓ શું જોઈ શકે છે તેના પર તમારું નિયંત્રણ રહેશે. કાયદો તમારી ઇચ્છાઓને અધિલેખિત કરી શકે છે, દા.ત. કોર્ટનો આદેશ અન્ય વ્યક્તિ અથવા સત્તા દ્વારા અથવા અન્ય અત્યંત દુર્લભ અસાધારણ સંજોગોમાં એક્સેસને નિર્ધારિત કરે છે.
તમે ઉમેરેલી માહિતીને સ્વાસ્થ્ય અથવા સામાજિક સંભાળ વ્યવસાયિક દ્વારા જોવામાં ન આવે ત્યાં સુધી તમે સંપાદિત કરી અથવા છુપાવી શકો છો. તમારા PKB એકાઉન્ટમાં કોઈ વ્યાવસાયિક માહિતી જોઈ લે તે પછી તે PKB રેકોર્ડનો ભાગ બની જાય છે અને સંસ્થા દ્વારા તેને જાળવી રાખવામાં આવશે. આ જાળવી રાખવાનો સમયગાળો <રેકોર્ડ મેનેજમેન્ટ કોડ ઓફ પ્રેક્ટિસ માં દર્શાવેલ મુજબ 8 વર્ષનો હશે.
તમે અન્ય લોકોએ ઉમેરેલી માહિતીને સંપાદિત કરી અથવા છુપાવી શકતા નથી. જો તમે તમારા વિશે સંસ્થા દ્વારા ઉમેરવામાં આવેલી માહિતીને બદલવા અથવા છુપાવવા માંગતા હોવ, ઉદાહરણ તરીકે, જો તે ખોટી હોય, તો તમારે આ વિનંતી કરવા માટે તે સંસ્થાનો સંપર્ક કરવો આવશ્યક છે. તમારો તમામ PKB હેલ્થ ડેટા સુરક્ષિત રીતે રાખવામાં આવે છે અને સ્ટોરેજ અને ટ્રાન્ઝિટમાં એન્ક્રિપ્ટ કરેલ છે.
બાળકોના રેકોર્ડ્સ
ઉપરોક્ત કાર્યનો એકમાત્ર અપવાદ બાળકોના રેકોર્ડ્સ માટે છે. વ્યાવસાયિકો પાસે બાળકની સંભાળની સલામતી સુનિશ્ચિત કરવા માટે નિયંત્રણ હોય છે. તમારા રેકોર્ડનું સંપૂર્ણ નિયંત્રણ 13 વર્ષની ઉંમરથી શક્ય છે, ખાસ પરિસ્થિતિઓ સિવાય, જેમ કે તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે. આ વિનંતી કરવા માટે તમારે તે સંસ્થાનો સંપર્ક કરવો આવશ્યક છે.
PKB રેકોર્ડ્સ
તમારો PKB રેકોર્ડ ફક્ત ત્યારે જ કાઢી નાખવામાં આવશે જો સંસ્થાઓ PKB ને આ માટે સૂચના પ્રદાન કરે છે. આવું એટલા માટે છે કારણ કે વ્યાવસાયિકો તમારા PKB રેકોર્ડની માહિતીના આધારે તમારી સંભાળ વિશે નિર્ણય લઈ શકે છે. આ તેવો જ કિસ્સો છે જેમ તમારી સંભાળની ભાવિ સલામતી માટે તમારા ડૉક્ટર તમારા વિશે રેકોર્ડ જાળવી રાખે છે.
સામાન્ય રીતે, સંસ્થા દ્વારા છેલ્લાં એક્સેસના 8 વર્ષ પછી પુખ્ત વયના વ્યક્તિના સ્વાસ્થ્યના રેકોર્ડ્સ હટાવવામાં આવે છે, પરંતુ જ્યારે સંસ્થા અમને કહેશે ત્યારે જ PKB તમારો રેકોર્ડ હટાવશે. જ્યાં બહુવિધ સંસ્થાઓ તમારા PKB રેકોર્ડમાં યોગદાન આપે છે, જ્યાં દરેક સંસ્થાએ તેમના નિયંત્રણ હેઠળનો ડેટા હટાવાની સૂચના પ્રદાન કરવાની જરૂર પડશે દા.ત. સંસ્થા A સંસ્થા B દ્વારા યોગદાન આપેલ ડેટાને હટાવવાની વિનંતી કરી શકતી નથી.
સંસ્થા દ્વારા તેમના કરાર દરમિયાન કોઈપણ સમયે PKB ને કાઢી નાખવાની સૂચના આપવામાં આવી શકે છે. સેવા કરાર સમાપ્ત થઈ ગયા પછી, સંસ્થા PKB અથવા બીજી સિસ્ટમમાં PKB રેકોર્ડ કાઢી નાખવા અથવા જાળવવા (રેકોર્ડ મેનેજમેન્ટ કોડ ઑફ પ્રેક્ટિસ અનુસાર) વિનંતી કરી શકે છે. જ્યાં સેવા કરાર સમાપ્ત થઈ ગયા પછી સંસ્થા PKB ને જાળવી રાખવાની સૂચના આપે છે, ત્યાં માત્ર જાળવી રાખવાનો કરાર સ્થાપિત કરવામાં આવશે.
કટોકટી સંભાળ
કટોકટીમાં, વ્યવસાયિકો તમે તમારી માહિતીના એક્સેસ પર મૂકેલી મર્યાદાને અધિલેખિત કરી શકે છે. આને 'બ્રેક ધ ગ્લાસ' કહે છે. જ્યારે તેઓ આ કરે છે ત્યારે તેઓએ તમારા રેકોર્ડને રેક્સેસ કરવા માટેનું કારણ જાહેર કરવું આવશ્યક છે. PKB આ ક્રિયાને રેકોર્ડ કરે છે અને સંસ્થા તેની સમીક્ષા કરે છે. બ્રેક ધ ગ્લાસ ફક્ત કટોકટીઓ માટે જ છે જ્યારે તમે સંમતિ આપવા સક્ષમ ન હોવ (દા.ત. જો તમે બેભાન હોવ) અને જ્યારે (વ્યાવસાયિકના ક્લિનિકલ નિર્ણયમાં) તે તમારા શ્રેષ્ઠ હિતમાં હોય કે વ્યવસાયિક તમારો રેકોર્ડ જુએ છે.
તમારા અધિકારો
જો તમે તમારા રેકોર્ડને કોઈપણ વ્યવસાયિક સાથે શેર કરવા માંગતા ન હોવ અને વ્યવસાયિકને બ્રેક ધ ગ્લાસ માટે સમર્થ બનવાથી રોકવા માંગતા હોવ તો તમે તમારી સંસ્થાને "શેરિંગ અક્ષમ કરવા" માટે કહી શકો છો. તમારે આમ કરવા માટે કહેતા પહેલા ધ્યાનપૂર્વક વિચારવું જોઈએ અને સમયાંતરે તમારા નિર્ણયની સમીક્ષા કરવી જોઈએ. અક્ષમ શેરિંગ સાથે, વ્યવસાયિકો તમારા વિશેની માત્ર તે જ માહિતી જોઈ શકે છે જે તેઓએ તમારા રેકોર્ડમાં ઉમેરી છે અને અન્ય કોઈપણ પક્ષનો અન્ય ડેટા જોઈ શકતાં નથી. અક્ષમ શેરિંગ પર વધુ માહિતી અહીં ઉપલબ્ધ છે: Disabled sharing
મારી માહિતી કેવી રીતે સુરક્ષિત છે?
PKB તમારી ગોપનીયતાને સુરક્ષ િત રાખવા માટે પ્રતિબદ્ધ છે.
અમે તમારો સ્વાસ્થ્ય રેકોર્ડ જોઈ શકતા નથી અને તમારી માહિતી પર સીધું નિયંત્રણ નથી. અમે તમારી બધી માહિતી સુરક્ષિત સર્વર પર સંગ્રહિત કરીએ છીએ અને તમારી બધી માહિતીને એન્ક્રિપ્ટ કરીએ છીએ. UK નેશનલ સાયબર સિક્યોરિટી સેન્ટર દ્વારા નિર્ધારિત ધોરણો માટે અમારા સુરક્ષા પગલાંનું ઓછામાં ઓછું એક વાર્ષિક પરીક્ષણ કરવામાં આવે છે.
કાયદેસરનો આધાર
સંસ્થા દ્વારા યોગદાન આપવામાં આવેલી માહિતી (PKB રેકોર્ડ)
તમારી માહિતી પ્રદાન કરતી સંસ્થાના કાનૂની આધારો શોધવા માટે, તમારે તેમની ગોપનીયતા સૂચના તપાસવી જોઈએ.
UK ની બધી સંસ્થાઓ માટે, PKB પાસે એક કરાર છે જે દરેક પક્ષની જવાબદારીઓ નક્કી કરે છે, જે દર્દીઓની સંભાળ રાખતા આરોગ્ય વ્યાવસાયિકોને પેશન્ટ રેકોર્ડ દ્વારા ડેટા એકત્રિત કરવા અને પ્રસાર િત કરવાની સુવિધા આપે છે, જ્યાં સંસ્થાઓનો અન્યથા કોઈ સંબંધ નથી. PKB એ બધા ડેટા માટે પ્રોસેસર છે જે PKB રેકોર્ડ બનાવે છે.
તમે નીચેના નમૂના DPC ની નકલ જોઈ શકો છો, જો કે કરારની વિશિષ્ટતાઓ સંસ્થાથી અન્ય સંસ્થામાં થોડીક બદલાઈ શકે છે:
UK ડેટા પ્રોસેસિંગ / શેરિંગ કરારો
PKB નો ઉપયોગ કરતી તમામ સંસ્થાઓના બ્રેકડાઉન માટે, કૃપા કરીને આ નક્શોજુઓ.
પ્રોસેસર તરીકે DPC માં PKB ની જવાબદારીઓ આ છે:
સેવા પ્રદાન કરવી
સેવાની સુરક્ષા પ્રદાન કરવી
કંટ્રોલરની લેખિત સૂચનાઓ પર પ્રક્રિયા કરવી
ડેટા પ્રદાન કરતી સંસ્થાઓ આ માટે જવાબદાર છે:
PKB પર અપલોડ કરવામાં આવેલી માહિતીની ગુણવત્તા, સંબંધિત માહિતી સાથે યોગ્ય ગોપનીયતા લેબલ્સ છે તેની ખાતરી કરવા સહિત
સંસ્થામાં જેમને તેની જરૂર હોય તેમને એક્સેસ પ્રદાન કરવો
દર્દી દ્વારા પ્રદાન કરવામાં આવેલ માહિતી (PKB એકાઉન્ટ)
એકવાર તમે તમારું PKB એકાઉન્ટ બનાવી લો તે પછી, તમે યોગદાન આપો છો એ માહિતી માટેનું નિયંત્રક PKB છે અને નીચેના કાનૂની આધારો પર આધાર રાખે છે:
કાયદેસર હિતો હેઠળ પ્રક્રિયા. તમે સ્વૈચ્છિક રીતે નોંધણી કરાવો અને તમે તમારા PKB એકાઉન્ટમાં માહિતી ઉમેર્યા પછી જ પ્રક્રિયા કરવામાં આવે છે. તમારાં હિત, અધિકારો અને સ્વતંત્રતાઓ સુરક્ષિત રહે છે
સંભાળની જોગવાઈ માટે જરૂરી પ્રક્રિયા. PKB ખાતરી કરે છે કે દર્દીની માહિતી પ્રદાતાઓ, સંબંધીઓ અને/અથવા સંભાળકર્તાઓ માટે સંભાળ પ્રદાન કરવા ટેકો આપવા માટે ઉપલબ્ધ છે, તેમજ દર્દીને સંભાળ સેવાઓનો ઉપયોગ કરવામાં મદદ કરે છે
PKB નો ઉપયોગ કરતી NHS સંસ્થાઓ માટે, તમે તેમની સાથે ડેટા શેર કરો તે પછી, PKB અને NHS સંસ્થા વચ્ચે આ ડેટા માટે સંયુક્ત નિયંત્રક સંબંધનું નિર્માણ કરવામાં આવશે - NHS સંસ્થા તમારા આરોગ્યસંભાળ રેકોર્ડના ભાગ રૂપે આ ડેટાને જાળવી શકે છે.
PKB ડેટા પ્રોટેક્શન ઓફિસર (DPO)
PKB ના ડેટા પ્રોટેક્શન ઓફિસર David Grange છે.
તમે અમારા DPO ને લખી શકો છો: dpo@patientsknowbest.com
Patients Know Best લિમિટેડ સંપર્ક માર્ગો
PKB ની સપોર્ટ ટીમનો સંપર્ક કરવા માટે: Contact Patients Know Best
PKB વિશેની વધુ માહિતી અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે: https://patientsknowbest.com
UK ICO નોંધણી અને ફરિયાદો
PKB ઇન્ફોર્મેશન કમિશનરની ઑફિસ (ICO) સાથે નોંધાયેલ છે, જે UK માં ડેટા સુરક્ષાનું નિયમન કરે છે અને અમારો નોંધણી નંબર Z2704931 છે.
તમે અહીં રેગ્યુલેટરને ફરિયાદ કરી શકો છો: Make a complaint
કરાર અને વધુ માહિતી
વપરાશકર્તા દ્વારા સેવાનો સતત ઉપયોગ એ આ ગોપનીયતા સૂચના સાથે વપરાશકર્તાની સંમતિ છે. જો તમને લાગે કે તમને વધુ માહિતીની જરૂર હોય તો કૃપા કરીને નીચે આપેલા PKB મેન્યુઅલ અને PKB ટ્રસ્ટ સેન્ટરનો સંદર્ભ લો અથવા આ દ્વારા અમારો સંપર્ક કરો Contact Patients Know Best
PKB મેન્યુઅલ: Privacy Notice UK
PKB ટ્રસ્ટ સેન્ટર: Welcome to The Patients Know Best Trust Centre
કૃપા કરીને નોંધ કરો: જો તમે 2જી ફેબ્રુઆરી 2022 પહેલાં PKB માં નોંધણી કરાવી હોય, તો કૃપા કરીને તમારી નોંધણી અને સંમત િ સંબંધિત અગાઉની ગોપનીયતા સૂચના જુઓ.
ગોપનીયતા સૂચના GDPR લેખ મેટ્રિક્સ: Privacy Policy GDPR Matrix.xlsx
દસ્તાવેજનું શીર્ષક:
મંજૂરકર્તા:
તારીખ:
ગોપનીયતા સૂચના સંસ્કરણ5.4 UK
DPO, માહિતી શાસન અને એક્ઝિક્યુટિવ બોર્ડના વડા
2 ડિસેમ્બર 2024
વપરાશકર્તા કરાર અને ગોપનીયતા સૂચના સ્વીકારીને હું Patients Know Best ને વપરાશકર્તા કરાર અને ગોપનીયતા સૂચનામાં વિગતવાર PKB એકાઉન્ટ બનાવવાની અનુમતિ આપું છું.
અન્ય કોઈ વ્યક્તિના સ્વાસ્થ્ય રેકોર્ડ્સ ઍક્સેસ કરવા તેની વ્યક્તિગત વિગતોનો ઉપયોગ કરવો તે એક કાનૂની ગુનો છે. જો તમને ભૂલથી આમંત્રણ મળ્યું હોય, તો કૃપા કરીને તેને હટાવો.
Patients Know Best Wiki Hub | Deploy | Developer | Trust Centre | Manual | Research | Education | Release Notes
© Patients Know Best, Ltd. Registered in England and Wales Number: 6517382. VAT Number: GB 944 9739 67.